HomeNationalવડાપ્રધાન મોદી એ સતત 9મી વખત લાલ કિલ્લા પર કર્યું ધ્વજવંદન

વડાપ્રધાન મોદી એ સતત 9મી વખત લાલ કિલ્લા પર કર્યું ધ્વજવંદન

આઝાદીનાં અમૃત પર્વ એટલે કે 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર આ વર્ષે લાલ કિલ્લા પર આઝાદીની ઉજવણી પણ ખૂબ જ ખાસ છે. લાલ કિલ્લાની કિલ્લા પરથી દેશવાસીઓની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશને સંબોધન પર રહેશે, સાથે જ આ વર્ષે પહેલીવાર સ્વદેશી બંદૂક સાથે 21 તોપોની સલામી આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સતત નવમી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે. દેશવાસીઓને સંબોધિત કર્યા છે. આ આયોજન દેશની આઝાદીના 75 વર્ષ પૂરાં થયા તે નિમિત્તે થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેકવાર લાલ કિલ્લા પરથી પોતાની સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્ત્વપૂર્ણ પગલાંના પરિણામોની તેમજ ક્યારેક જાહેરાતો પણ કરે છે. લાલ કિલ્લા પરથી પૂર્વ પીએમ નહેરુએ 17 વાર અને ઈન્દિરા ગાંધીએ 16 વાર દેશને સંબોધન કર્યું હતું.

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે ટ્વીટ કરીને તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW