HomeGujaratમોરબી: ઉદ્યોગકારને બિશ્નોઇ ગેંગના નામે રૂ.25 લાખની ખંડણી માંગનાર શખ્સને પોલીસ બિહારથી...

મોરબી: ઉદ્યોગકારને બિશ્નોઇ ગેંગના નામે રૂ.25 લાખની ખંડણી માંગનાર શખ્સને પોલીસ બિહારથી ઉપાડી લાવી

મોરબીના ઉધોગપતિ અનિલભાઇ વલ્લભભાઇ કગથરા ને મોબાઇલ ફોન ઉપર લોરન્સ બિશ્નોઇ ગેંગના માણસના નામે વોટસઅપ પર મેસેજ, કોલ, તથા વોઇસ રેકોંડીંગ તથા પિસ્તોલ ફોટોગ્રાફ તથા અનિલભાઇના વેપાર ધંધાની વિગતો મોકલી રૂ. 25 લાખની ખંડણી માગી હતી આ ઘટના બાદ અનિલ પટેલે પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ગંભીરતાને ધ્યાને લઇ ટેકનીકલ ટીમની મદદ લઇ તપાસ હાથ ધરી હતી જેમાં વોટસએપ નંબર -1(125) 606-1968 તથા એસ.બી આઇ. બેંક એકાઉન્ટ નંબર આધારે ધારક બાબતે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન કરેલ બિહાર ગયેલ ટીમને પશ્ચિમ ચંપારણ, બેતિયા જિલ્લાના જેરતીયા ખાતેથી કલ્લી મુલ્લા મોમતાઝ અંસારીનામના આરોપીને પકડવામાં કરવામાં સફળતા મળેલ જે આરોપી પાસેથી પાસેથી અલગ કંપનીના મોબાઈલ ફોન, જુદી જુદીબેંકના એ.ટી.એમ કાર્ડ, પાસબુક તથા સીમકાર્ડ તથા રોકડા રૂ 1 .50 લાખ – મળી આવ્યા હતા.જે બાદ આરોપી કલ્લી મુલ્લા મોમતાઝ અંસારી તેમજ રૂ 1.50 લાખ વિરુદ્ધ પશ્ચિમ ચંપારણ બેતીયા જિલ્લાના મજોલીયા પોલીસ સ્ટેશનમાં પણ ipc તેમજ it એકટ અંતર્ગત છેતરપીંડીના ગુના બિહાર પોલીસ.મથકે નોંધાયેલ હોય જેના આધારે સ્થાનિક પોલીસને સાથે રાખી મોરબી પોલીસે કાર્યવાહી હાથ ધરી .બિહારથી પકડાયેલ ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી એક આરોપી અમદાવાદ ખાતે હોવાનું પણ સામે આવતા તુરતજ એક ટીમ અમદાવાદ પહોંચી હતી અને હ્યુમન ઇન્ટેલીજન્સ પોકેટકોપ એપ્લીકેશન મારફતે સર્ચ કરી અમરૂમુલ્લા મુમતાઝ અંસારીને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રૂ 40 હજાર જપ્ત કર્યા હતા

તપાસ દરમ્યાન પશ્ચિમ ચંપારણના બેતિયા ખાતે ઘણા બધા ઇસમો તાજેતરમાં થતો સાઇબર જેમાં ગાડી ફસાયેલ લોટરી લાગેલ, લકિ ડ્રોમાં ગાડી જીતવાના,બાઇક જીતવાના, કોન બનેલા કરોડપતિ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે નંબરની પંસદગી થયેલ તથા છોકરીઓ સાથે વાતચિત કરાવી, લલચામણી તથા લોભામણી સ્કીમો, એ.ટી.એમ ફોર્ડ તથા અલગ અલગ ગેંગના સભ્યો બની VIP કોલ્સ તેમજ વોટસએપ,અન્ય સોશીયલ મિડીયા પ્લેટફોર્મના કોલીંગ તથા મેસેજથી આધારે પૈસા પડાવવાની ગેર કાયદેસરની પ્રવૃતિ આચરવાની ટેવ વાળા હોવાનું સામે આવ્યું છે.અને જે કોઇ વ્યક્તિ આ લોકોની જાળમાં ફસાઇ જાય તેમને તેઓ લલચાવી અથવા ડરાવી ધમકાવી પૈસા પકાડાવવાની પ્રવૃતિ કરે છે આમ જનતા, ઉધોગપતિ, વેપારીઓની તમામ માહીતી તેઓ ગુગલ સર્ચ એન્જીન ઉપર અલગ અલગ એપ્લીકેશનો મારફતે મેળવે છે.

બિહારથી ઝડપાયેલ કલીમમુલ્લા મોમતાઝ અન્સારી પોતાના સાગરીતો સાથે મળી ગુગલસર્ચ એન્જીન ઉપર સર્ચ કરી અલગ અલગ રાજયના ઉદ્યોગપતિ, વેપારીઓની માહીતી એકત્રીત કરી તેઓને VOIP કોલ્સ તેમજ વોટસ એપ, અન્ય સોશીયલ મિડીયા પ્લેટફોર્મના કોલીંગ તથા મેસેજ કરે છે

બિહાર ખાતે પકડાયેલ કલીમુલ્લા મોમતાઝ અન્સારી ઉપરાંત અમરુમુલ્લા બસીર અન્સારી, મીરાજ શૌયેબ અન્સારી, અનુસ કુમાર મનેજર પટેલ રહે બધા જોકટીયા તા મજાલીયા જિ. બૈતીયા,ગૂગલ એન્જીન ઉપરથી ઉદ્યોગપતિ, વેપારીઓની માહિતી એકત્રીત કરી તેઓને VIP કોલ્સ તેમજ વોટસએપ,અન્ય સોશીયલ મિડીયા પ્લેટફોર્મના કોલીંગ તથા મેસેજથી લલચાવી તથા કરાવી ધમકાવી પૈસા પડવવાની તથા એ.ટી.એમ. ફોર્ડ કરી ગે.કા પ્રવૃતિ કરવાની છે જે ગેા, રીતે પડાવેલ રકમ મેળવવા પકડાયેલ આરોપી અલગ અલગ વ્યકિતઓના બેન્ક એકાઉન્ટ નંબર મેળવી તેઓના એ.ટી.એમ. કાર્ડ મેળવી બેન્ક સાથે પોતાના નંબર લીંક કરી નાણા મેળવતા હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW