સહકારી બેન્કોના ગ્રાહકોને ટૂંક સમયમાં મળશે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરહવે સહકારી બેંકના ગ્રાહકોને સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. આ માટે સરકાર સહકારી બેંકોને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT) સાથે જોડશે.
શાહની જાહેરાત: અમિત શાહે આ જાણકારી આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હાલમાં સરકારના 52 મંત્રાલયો દ્વારા ચલાવવામાં આવતી 300 યોજનાઓનો લાભ DBT દ્વારા લાભાર્થીઓને પહોંચાડવામાં આવી રહ્યો છે, એટલે કે હવે સહકારી બેંકોના ગ્રાહકોને આ તમામ યોજનાઓનો લાભ મળશે. વર્ષ 2017-18ના ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સરખામણીમાં આમાં 50 ગણો વધારો થયો છે. ડીબીટી સાથે સહકારી બેંકો જોડાવાથી નાગરિકો સાથે વધુ જોડાણ વધશે અને સહકારી ક્ષેત્ર વધુ મજબૂત બનશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ બેંકે તેને શાહુકારોની ચુંગાલમાંથી બચાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.
હવે લોન લેવી થઈ સસ્તી: અમિત શાહે કહ્યું કે એગ્રીકલ્ચર બેંકે તે તમામ માપદંડો પર પોતાને સાબિત કરી છે જે આરબીઆઈ અને નાબાર્ડ દ્વારા બેંકિંગ માટે બનાવવામાં આવ્યા છે. અગાઉ બેંક પાસેથી 12 થી 15 ટકાના વ્યાજે લોન મળતી હતી જે હવે ઘટીને 10 ટકા થઈ ગઈ છે. એટલું જ નહીં લોનની ચુકવણી પણ સરળ થશે.
બેંકિંગ ક્ષેત્રમાં પહેલા કરતા ઘણો સુધારો થયો છે અને તેના કારણે દેશના નાગરિકોને બેંકિંગ સેવાઓનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત જન ધન યોજનાના કારણે 45 કરોડ નવા લોકોના બેંક ખાતા પણ ખોલવામાં આવ્યા છે. આવા 32 કરોડ લોકોને પણ RuPay ડેબિટ કાર્ડનો લાભ મળ્યો છે. અમિત શાહે કહ્યું કે આ બધું PM મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ કા સંકલ્પ’ના કારણે થયું છે.

