HomeGujaratમોરબીના ટીંબડી ગામે રક્ષાબંધન પર્વે રામાનંદી સાધુ સમાજે ત્રિરંગો લહેરાવીને નવી જનોઈ...

મોરબીના ટીંબડી ગામે રક્ષાબંધન પર્વે રામાનંદી સાધુ સમાજે ત્રિરંગો લહેરાવીને નવી જનોઈ ધારણ કરી

મોરબી તાલુકાના નાનકડા એવા ટીંબડી ગામે રામાનંદી સાધુ સમાજમાં દેશપ્રેમ છલકાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યો હતા જેમાં રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે જનોઈ બદલવા એકત્રીત થયેલ સાધુ સમાજે સૌપ્રથમ ત્રિરંગો લહેરાવીને બાદમાં જનોઈ ધારણ કરી હતી.

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને ૧૫મી ઓગસ્ટને ગણતરીના દિવસો બાકી છે. સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરુ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ઠેર ઠેર તિરંગા યાત્રા સહીતના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે મોરબીના ટીંબડી ગામે રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે રામાનંદી સાધુ સમાજના રીતરિવાજ મુજબ યુવાનો વડીલો જનોઈ બદલવા એકત્રીત થયા હતા ત્યારે પ્રથમ દેશપ્રેમની ભાવના સાથે ત્રિરંગાને માનભેર મહત્વ આપીને દરેક સાધુએ ત્રિરંગો લહેરાવીને ત્યારબાદ જનોઈ બદલીને નવી જનોઈ ધારણ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW