પૂર્વ અમદાવાદમાં ચોમાસામાં ખારિકટ કેનાલ રોગચાળાનું મૂળ બની ગઇ છે. મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આજુબાજુના મકાનોમાં સાંજ પડતા જ મોટા મચ્છરો ઘરમાં ઘુસી જાય છે. જે સૌથી મોટી સમસ્યા છે. ધુપ,ધુમાડા પણ હવે મચ્છરોની સામે બિનઅસરકારક પુરવાર થઇ રહ્યા છે. આ સ્થિતિમાં લોકો ડેન્ગ્યું, મલેરિયા સહિતના રોગનો ભોગ બન્યા છે.
ગંધથી મુશ્કેલી: કેનાલમાંથી ભારે દુર્ગંધ મારે છે, અધુરામા પુરૂ કેનાલના પટ્ટામાં રહેતા લોકો પણ બિનજવાબદારી પૂર્વક ઘરનો કચરો, એંઠવાડ સીધો જ કેનાલમાં પધરાવી રહ્યા છે. આજ ગંદકી તેઓનો હાલ નડી રહી છે. કેનાલને સાફ રાખવાના તંત્રના તમામ પ્રયાસો અત્યાર સુધીમાં નિષ્ફળ રહ્યા છે.
કેમિકલયુક્ત પાણી: ખારીકટ કેનાલમાં સીટીએમ, ઓઢવ, વિરાટનગર, નરોડા, નિકોલ, રામોલ, વટવા સહિતના પટ્ટામાં હાલ કાળું ડામર જેવું પાણી કેનાલમાં વહી રહ્યું છે. સ્થાનિકો જણાવી રહ્યા છેકે આ પાણી કેમિકલવાળા એકમોનું છે.

