હિંમતનગરના ગાંભોઇ ખાતે ખેતરમાં માટીમાં હલન ચલન થતું જોઈ ખેતર માલિકે ત્યાં તપાસ કરી હતી. અને દાટેલા નવજાત શિશુના પગ હલતા જોઈ પોલીસને જાણ કરી હતી. નજીકમાં આવેલી GEB કર્મચારીઓએ પણ ખેતરમાં પહોચી ગયા હતા. અને 108ની ટિમ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. જેમણે ખેતરમાં દાટેલ નવજાત શિશુ બહાર કાઢ્યું.
પોલીસ કેસ થયો હતો: નવજાત શિશુ જીવિત નીકળતા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યું હતું. બાળક જન્મ્યા પછી તેની નાડ પણ કાપવામાં આવી ના હતી. અને જન્મ પછી તરત જ તેને જમીનમાં દાટી દીધું હતું. જમીન ખોદી તેણીને બહાર કાઢતા બાળકી જીવિત અવસ્થામાં હતી અને તેને નજીકની હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી. જો કે આ અંગે પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
જંગ હારી ગઈ: જમીનમાં દાટેલી હાલતમાં મળી આવેલી બાળકી જિંદગીની જંગ હારી ગઈ છે. સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે. માતા-પિતાએ જ બાળકીને જમીનમાં દાટી હતી. પિતા શૈલેષ અને માતા મંજુને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બાળકીના માતપિતા ગાંધીનગરના માણસાના વતની હોવાનું અને માતા મંજુબેનનું પિયર ગાંભોઇ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં બાળકીની માતાએ જણાવ્યુ હતું કે પરિવારની આર્થિક પરિસ્થિતી સારી નહીં હોવાથી અને પહેલાથી જ એક બાળકી હોવાથી તેઓ બે બાળકોનું ભારણ પોષા કરવા માટે સક્ષમ નથી.

