આગામી દિવસોમાં સાતમ આઠમના તહેવારો આવતા હોવાથી મોરબી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા માર્કેટિંગ યાર્ડમાં સાત દિવસ માલની આવક અને હરરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબી દ્વારા યાદી જાહેર કરીને એજન્ટ, વેપારીઓ તથા ખેડૂતોને જાણ કરવામાં આવી છે કે, આગામી તા. 15 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી સાતમ આઠમનો તહેવાર આવતો હોવાથી અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી છે અને માલની આવક તથા હરરાજીની તમામ કામગીરી બંધ રહેશે. તા. 22 ઓગસ્ટને સોમવારથી રાબેતા મુજબ અનાજ વિભાગમાં હરરાજી શરુ કરવામાં આવશે.

