મોરબી -હળવદ રોડ પર આવેલ ઉંચી માંડલ ગામ પાસે ગત 4 ઓગસ્ટના રોજ એક ગૌવંશ રસ્તા પરથી પસાર થતો હતો તે દરમીયાન અજાણ્યા ટ્રક ચાલકે ઠોકર મારી ઇજા પહોચાડી હતી.આ ઘટના સમયે 108 ઇમરજન્સી સેવાના સુપરવાઈઝર નિખિલ બોકડે ત્યાંથી પસાર થતા હતા તે સમયે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગૌવંશની સારવાર કરી હતી.જીવ બચાવ્યો હતો.