એક તરફ રાજ્યમાં સાતમ આઠમ સહિતના તહેવારની સિઝન નજીક આવી રહ્યો છે જોકે કોરોનાના કેસ પણ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં કોરોનાની બિન સત્તાવાર રીતે ચોથી લ્હેર શરૂ થઈ ગઈ હોય તેમ દિન પ્રતિદિન ડબલ ડિજિટમાં નવા કેસ આવી રહ્યા છે. બીજી તરફ કોરોનાથી 17વર્ષની એક દર્દીનું મોત થતા ચિંતાનું કારણ બન્યું છે. મોરબી જિલ્લામાં અગાઉ 170 દિવસ પહેલા એટલે કે 15 ફેબ્રુઆરીએ મોત નોંધાયું હતું
હળવદ શહેરની એક 17 વર્ષની તરુંણીની મોરબી સીવીલમાં સારવાર ચાલી રહી હતી આ તરૂણીનું બુધવારે મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું. જે બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને દર્દીની મેડિકલ હિસ્ટ્રી ચકાસણી કરતા સગીરાને કીડનિની બીમારી હોય તેમજ વેકસીનના એક પણ ડોઝ ન લીધા હોવાનું પણ સામે આવ્યું છે.
મોરબી જિલ્લામાં શુક્રવારે કુલ 491 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી 6 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ 6 દર્દીમાં મોરબી શહેરમાં 1 અને ગ્રામયમાં 4 કેસ,ટંકારામાં 1 સામે આવ્યા હતા બીજી તરફ મોરબીના 12,વાંકાનેર અને ટંકારામાં 1-1 દર્દી ડિસ્ચાર્જ થયા હતા તો એક્ટિવ કેસની સંખ્યા 85 થઈ ગઇ છે.

