Monday, December 15, 2025
HomeGujaratપાર્ટી પ્લોટના ગરબીની ટીકીટમાં 18 % GST લગતા આપે રાસ લઇ વિરોધ...

પાર્ટી પ્લોટના ગરબીની ટીકીટમાં 18 % GST લગતા આપે રાસ લઇ વિરોધ કર્યો

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટમાં થતા ગરબી આયોજનમાં આવતી ટીકીટ પર રાજ્ય સરકાર દ્વારા 18 ટકા જીએસટી લગાવતા રાજ્યમાં વિરોધનો વંટોળ શરુ થયો છે જીએસટી લાગવાથી ટીકીટના દર વધશે જેના કારણે ખેલૈયામાં રોષની લાગણી છે બીજી તરફ ગરબા આયોજકો પણ મુઝવણમાં મુકાયા છે.

ત્યારે રાજકીય પક્ષ આ મુદાને લઇ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન શરુ કરવામાં આવ્યું છે. મોરબીના રવાપર રોડ ખાતે આવેલ બાપા સીતારામ ચોક ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ગરબા રમીને વિરોધ કરવામાં આવ્યો હતો. અને રાજ્ય સરકાર પર હિન્દૂ ધર્મના દેવીઓ ના નવરાત્રી પર્વ પરના સાંસ્કૃતિ કાર્યકામો પર 18% GST લગાવી લોકોની આસ્થાને ઠેસ પહોંચડી ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તાત્કાલીક જીએસટી પરત નહી ખેચે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,180SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page