HomeGujaratસાયબર ક્રાઈમ પોલીસે મ્યુલ એકાઉન્ટથી ફ્રોડના રૂપિયા સગેવગે કરનાર ૧૫ શખ્સ...

સાયબર ક્રાઈમ પોલીસે મ્યુલ એકાઉન્ટથી ફ્રોડના રૂપિયા સગેવગે કરનાર ૧૫ શખ્સ સામે ગુન્હો દાખલ ૬ શખ્સની ધરપકડ

ટેકનોલોજીના સતત વધી રહેલા ઉપયોગ તેમાં પણ ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્જેક્શનનું પ્રમાણ વધતા સાયબર ફ્રોડનું પ્રમાણ વધી રહ્યું છે અલગ અલગ સ્કીમ થકી લોકોના રૂપિયા ઉપાડી લેનાર શખ્સો સામે રાજ્યભરમાં પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ફ્રોડ ધારકો સામે કડક એક્શન લેવાઈ રહ્યા છે

છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ફ્રોડ કરનાર ભેજા બાજો સુધી પોલીસનો ગાળિયો તેના સુધી ન પહોચે તે માટે જેની સાથે ફ્રોડ થયું હોય તે અને ફ્રોડ કરનાર કમીશન પર એકાઉન્ટ ધારકો ભાડે લેતા હોય છે ત્યારે આવા મ્યુલ એકાઉન્ટની વિગત સુધી પોલીસ ઘણા સમય થી પહોચવા મથતી હોય છે જોકે પોલીસની મદદ માટે ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોર્ડીનેશન સેન્ટર દિલ્હી દ્વારા જરૂરી માહિતી આપવમાં આવતી હોય છે ત્યારે આ  ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોર્ડીનેશન સેન્ટર દિલ્હી દ્વારા મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસને આવા મ્યુલ એકાઉન્ટની માહિતી પૂરી પાડતા મોરબી સાયબર ક્રાઈમ પોલીસ એક્ટીવ થઇ હતી અને અલગ અલગ વિસ્તારમાં આવા મ્યુલ એકાઉન્ટ ધારકોની શોધખોળ કરી હતી અને  ભરતભાઇ પરસોત્તમભાઇ બારડ,રોહિતભાઇ બચુભાઇ મુંઝરીયા રાહુલ બચુભાઇ મુંઝરીયા આનંદભાઇ સોમાભાઇ હળવદીયા,વર્સ વિજેન્દ્રસીંઘ ધામા યશપાલ જીતેન્દ્ર દવે નામના મ્યુલ એકાઉન્ટ ધારકોને ઝડપી લીધા હતા આ આરોપીઓની ધરપકડ હાથ ધરી હતી. આ આરોપીઓની તપાસ કરતા વધુ આરોપીઓના નામ ખુલ્યા હતા જે બાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઝડપાયેલ 6 આરોપી ઉપરાંત વધુ 9 આરોપી  આયુષરાજસિંહ જાડેજા,દિવ્યરાજસિંહ જાડેજા ,રજનીભાઈ કાંતીભાઈ પટેલ ,રાહુલ બચુભાઇ મુંઝારીયા, રાજા રામભાઇ મકવાણા લક્ષ્મણભાઇ ભરવાડ મનીષભાઇ ડાયાભાઇ દોશી કરણભાઇ સોમાભાઇ હળવદીયા વિપુલભાઇ રામજીભાઇ ગડા સહિતના સામે સાયબર ક્રાઈમ એકટ અને બી એન એસની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW