વૈશ્વિક બજારના સંકેતોને કારણે શેરબજાર(Share Market)માં આજે મંગળવારે સતત ચાર દિવસ સુધી તેજી પર બ્રેક લાગી હતી. સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત નબળી રહી હતી. મેટલ, આઈટી, ઓટો, બેન્કિંગ શેરોમાં ઘટાડાથી બજાર પર દબાણ આવ્યું છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો.
ઘટાડો: નિફ્ટીમાં 90 પોઈન્ટનો ઘટાડો થયો હતો. સોનું અને ચાંદી એક મહિનાની ઊંચી સપાટીએ છે. બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલની નીચે સરકી ગયું છે. FII એ ગઈકાલે રૂ. 2321 કરોડની રોકડ ખરીદી કરી હતી અને DII એ પણ ગઈ કાલે રૂ. 822 કરોડની રોકડ રોકાણ કર્યું હતું . BSE પર આજે 2609 શેરમાં ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. આમાં 1508 શેર લીલા નિશાન ઉપર છે જ્યારે 995 શેરમાં નબળાઈ છે.

ગેનર:ભારતીય શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. યુપીએલ, આઈશર મોટર્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ઓએનજીસી નિફ્ટીમાં ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યા છે જ્યારે આઈટીસી, એચયુએલ, બીપીસીએલ, એશિયન પેઈન્ટ્સ અને પાવર ગ્રીડ કોર્પ ટોપ ગેનર હતા. આજે રિલાયન્સ, ઝોમેટો, એરટેલ, આઈટીસી, વોડાફોન આઈડિયા, અદાણી ગ્રીન અને લેમન ટ્રી સહિતના ઘણા શેરો પર ફોકસ રહેશે. બીજી તરફ આજે અદાણી ગ્રીન, બેંક ઓફ ઈન્ડિયા, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઈન્ડસ ટાવર, જેએમ ફાઈનાન્શિયલ, જુબિલન્ટ ફાર્મા, લેમન ટ્રી અને વોલ્ટાસ સહિતની ઘણી કંપનીઓના પરિણામો બહાર આવશે.

