HomeGujaratમોરબીના રવાપરની સાર્વજનિક જગ્યા પર ખડકાતા દબાણ પર તંત્રના આંખ મિચામણા, કાર્યવાહીની...

મોરબીના રવાપરની સાર્વજનિક જગ્યા પર ખડકાતા દબાણ પર તંત્રના આંખ મિચામણા, કાર્યવાહીની માગ

મોરબી શહેરની અડીને આવેલ રવાપર ગ્રામ પંચાયત હાલ જિલ્લાની સમૃદ્ધ ગ્રામ પંચાયતમાં તેની ગણતરી થાય છે આ ગામમાં અનેકવાર ગેરકાયદે સાર્વજનિક જગ્યા પર આડેધડ દબાણ કરી તેના પર બાંધકામ થઇ રહ્યા છે ત્યારે મોરબીના એક સામાજિક કાર્યકર એસ વિ પટેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જે મુજબ રવાપર ગામની રેવન્યુ સર્વે નંબર ૧૩૨/૧ પૈકી ૨ જમીનમાં બિન ખેતી થયેલ છે આ જગ્યામાં નિયમ મુજબ રોડ અને રસ્તા તેમજ સાર્વજનિક જગ્યા છોડવામાં આવી છે ત્યાં કેટલાંક શખ્સો દ્વારા પેશકદમી કરવામાં આવી છે આ પેશકદમી તાત્કાલિક અસરથી દુર કરવામાં આવે અને સાર્વજનિક જગ્યાનો જે મૂળ ઉપયોગ થવો જોએ તે થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે અ આ વ્યવસ્થા માટે પેશકદમી કરનાર શખ્સો વિરુદ્ધ જરૂર પડ્યે લેન્ડ ગ્રેબિંગ એકટ અંતર્ગત ગુન્હો દાખલ કરવામાં આવે તેવી પણ ડીડીઓને રજૂઆત કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW