Sunday, July 7, 2024
HomeGujaratમીઠા જેવી લાગતી કોથળીમાં તપાસ કરતા જે મળ્યું એ જોઈ અધિકારીઓ ચોંક્યા

મીઠા જેવી લાગતી કોથળીમાં તપાસ કરતા જે મળ્યું એ જોઈ અધિકારીઓ ચોંક્યા

સુરત એરપોર્ટ ઉપર દાણચોરીનું સોનુ પકડવા જતાં કસ્ટમ અને ડીઆરઆઈ(ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)ને કરોડો રૂપિયાના હીરા પકડવામાં સફળતા મળી હતી. 300 ગ્રામ સોનુ લઈને જતા શખ્સની તપાસ કરાતી હતી ત્યારે અન્ય એક વ્યક્તિની શંકાના આધારે ઝડતી લેતા આ હીરાનો મસમોટો દલ્લો મળી આવ્યો હતો.

વર્તુળો કહે છે કે, સુરત ઇન્ટરનેશલ એરપોર્ટ ઉપર સોનાનો જથ્થો લઈને શારજાહથી એક પેસેન્જર આવી રહ્યો છે, તેવી બાતમી કસ્ટમ અને ડીઆરઆઇને (DRI) વિભાગને મળી હતી. બંને વિભાગના અધિકારીઓ એરપોર્ટ પર તપાસ કરી રહ્યાં હતા. સોનુ લઈને આવેલો પેસેન્જર તો ઝડપાયો હતો. તેની તપાસ કરી રહ્યા હતા ત્યારે સાથે 6.50 કરોડ રૂપિયાના હીરા લઇને શારજાહ જતો પેસેન્જર પણ યોગાનુયોગ ઝડપાઈ ગયો હતો.

સુરત એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ એકમાત્ર શારજાહ સાથેની છે. હાલ આ ફ્લાઈટ એરઇન્ડિયા એક્સપ્રેસની છે. સુરતને કસ્ટમ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો અને ઇન્ટરનેશનલ ઓપરેશન શરૂ થયું ત્યારથી એરપોર્ટ પરથી અવાર-નવાર પેસેન્જર સોનું લઈને આવતા પકડાઈ રહ્યા છે. બુધવારે રાત્રે આવેલી ફ્લાઈટમાં શારજાહથી આવેલા એક પેસેન્જરે સરકારે નક્કી કરેલી મર્યાદાથી વઘુ સોનાના ઘરેણાં પહેર્યા હતાં.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,704FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW