રશ્મિકા મંદાના અને અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા ધ રાઈઝ 2021ની સૌથી મોટી બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. આ પેન ઈન્ડિયા ફિલ્મે દર્શકો પર ઘણી ઊંડી છાપ છોડી હતી. હાલમાં જ ફિલ્મના બીજા ભાગ સાથે જોડાયેલી ખબર જાણવામાં આવી છે. ફ્રેશ રિપોર્ટ્સની માનીએ તો ફહાદ ફાઝિલ પછી હવે વધુ એક બોલિવુડ એક્ટર આ ફિલ્મ સાથે જોડાવવા જઈ રહ્યો છે. આમ તો ફિલ્મ પુષ્પાને થિયેટરમાં રીલિઝ કર્યાના મહિના પછી જ ઓટીટી પર પણ રીલિઝ કરી દેવામાં આવી હતી. તેમછતાં આ ફિલ્મે બોક્સ ઓફિસના ઘણા બધા રેકોર્ડને તોડી નાખ્યા હતા.
બોલિવુડના વર્સેટાઈલ એક્ટર મનોજ વાજપેયી પણ આ ફિલ્મનો ભાગ બનવાનો છે. રિપોર્ટ્સની માનીએ તો પુષ્પાના મેકર્સે મનોજ વાજપેયીનો એક ખાસ રોલ માટે કોન્ટેક્ટ કર્યો છે

