બોટાદ જીલ્લામાં સર્જાયેલ લઠ્ઠાકાંડને પગલે સમગ્ર રાજ્યની દારૂબંધીની અમલવારીનો પોલ છતી થઇ ગઈ છે ત્યારે આ છબી સુધારવા જાણે સરકાર અને પોલીસ ધંધે લાગી હોય તેમ રાજ્યભરમાં ડીજીપીએ દેશી દારૂની રેડ કરી ગેરકાયદે વેચાણ થતા દારુના હાટડા બંધ કરાવવા આદેશ આપતા છેલ્લા 3-4 દિવસથી દારૂના હાટડા પર પોલીસ તવાઈ બોલાવી રહી છે ત્યારે હળવદ પોલીસે આજે ચુપણી ગામમાં ધમધમતા દેશીદારુના મોટા હાટડા પર તવાઈ બોલાવી હતી અને રૂ 16000ની કિમતના 800 લીટર દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો આરોપી ધીરુ કેશુભાઈ વાજેલીયા વિરુદ્ધ ગુન્હો નોધી તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

