સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકના ગાજરણાવાવ ગામમાં વહેલી સવારે 12 વર્ષની મનીષા નામની એક કિશોરી રમતા રમતા અચાનક બોરવેલમાં ખાબકી હતી અને 70 ફૂટ જેટલી ઊંડાઈએ ફસાઈ હતી ઘટનાની જાણ થતા સૌ પ્રથમ સ્થાનિક મામલતદાર સ્અથાનિક પોલીસ ડીવાયએસપી તેમજ મેડીકલ ટીમ ઘટના સ્થળે પહોચી હતીઅને બાળકીને ઓક્સીજન સીલીન્ડરથી ઓક્સીજન આપવામાં આવ્યો હતો જે બાદ આર્મીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને સતત 4 કલાક જેટલુ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને કિશોરીને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હતી.

પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આર્મીની ટીમ દ્વારા કિશોરીને સુરક્ષિત બહાર કાઢવામાં આવતા સ્થાનિક લોકોએ જય જવાન ઇન્ડિયા આર્મી જિંદાબાદના નારા સાથે વધાવી લીધી હતી

