HomeNationalમંકીપોકસને ડામવા કેન્દ્ર સરકારે પગલાં લીધા, હવે આ વસ્તુ થશે

મંકીપોકસને ડામવા કેન્દ્ર સરકારે પગલાં લીધા, હવે આ વસ્તુ થશે

કોરોના સંકટ વચ્ચે મંકીપોક્સની એન્ટ્રી પણ થઈ ગઈ છે. અત્યાર સુધી ભારતમાં મંકીપોક્સના ચાર કેસની પુષ્ટિ થઈ ચુકી છે. મંગળવારે નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યું કે સરકાર ઘણા સપ્તાહ પહેલા સક્રિય પગલા ભરી ચુકી છે. એરપોર્ટ પર સ્ક્રીનિંગની સાથે લેબોને તૈયાર કરવા સહિત સરકારે પગલાં લીધા છે.

સરકાર પણ ચિંતામાં: મંકીપોક્સે લોકો સાથે સરકારની ચિંતા વધારી દીધી છે. આ મહામારીને વિશ્વ આરોગ્ય સંસ્થા હેલ્થ ઈમરજન્સી જાહેર કરી ચુક્યું છે. દિલ્હી અને કેરલમાં મંકીપોક્સના કેસની પુષ્ટિ થઈ છે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યુ કે સરકારે ઘણા સપ્તાહ પહેલા સક્રિય પગલા ભર્યા છે. એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. 15 લેબ સ્થાપિત કરવામાં આવી છે. સ્થિતિ નિયંત્રણમાં છે અને ડરવાની જરૂર નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW