અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે મોરબીના શિક્ષક કિરીટભાઈ દેકાવડીયાની નિમણુક કરવામાં આવી છે. કિરીટભાઈની નિમણુક થતા મોરબીના રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, પાટીદાર ધામ મોરબી,પાટીદાર ડેવલપમેન્ટ, યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી સહિતના જાણીતા લોકો તેમજ જિલ્લાના શિક્ષક પરિવાર દ્વારા શુભેચ્છા આપવામાં આવી છે.

