રાજ્યભરમાં ચોમાસુ જામી ગયું છે અને પાકિસ્તાનમા સર્જાયેલા વરસાદી સીસ્ટમ ગુજરાત તરફ આગળ વધી હતી જેને લઈ હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકામાં અતિભારે વરસાદ જ્યારે રાજકોટ.મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી જોકે આ આગાહી મુજબ મોરબીમાં હજુ ભારે વરસાદ પડ્યો નથી પરંતુ શનિવારે રાતથી ધીમી ધારે મેઘરાજાનું હેત વરસ્યું હતું.મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મોરબી અને હળવદમાં નોંધપાત્ર વરસાદ પડયો હતો જ્યારે વાંકાનેર માળીયા ટંકારા સહિતના તાલુકા વિસ્તારમાં ઝાપટા વરસ્યા હતા મોરબી જિલ્લા કન્ટ્રોલ શાખાના જાહેર કરવામાં આવેલ આકડા જોઈએ તો શનિવારે સવારે6થી રવિવારે સવારે 6 વાગ્યા સુધીમાં મોરબીમાં 27 મીમી,હળવદ 21મીમી,માળીયા 8 મીમી,ટંકારા 3મીમી અને વાંકાનેરમાં 2 મીમી વરસાદ પડયો હતો તો 8થી 10 દરમિયાન માળીયા માં 9 મીમી, હળવદમાં 3મીમી, ટંકારા માં 2 અને મોરબીમાં 1 મીમી વરસાદ વરસ્યો હતો.

