ચૂંટણી પંચ દ્વારા 1લી ઓકટોબરની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અન્વયે મતદાર યાદી સુધારણા પૂર્વેની પ્રિ-રિવિઝન એકટીવીટી હેઠળ બુથ લેવલ ઓફિસર નક્કી કરેલા સમાવિષ્ટ દરેક ઘરની મુલાકાત લેશે.
માહિતી ભેગી કરશે: બી.એલ.ઓ. દ્વારા તા.22મી જુલાઇ, 2022 સુધીમાં પોતાને ફાળવવામાં આવેલ વિસ્તારમાં ઘરે ઘરે જઇને મતદારોની વિગતો એકત્રીત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ હેઠળ તા.22મી જુલાઇ સુધીમાં રાજયના તમામ જિલ્લાઓમાં બી.એલ.ઓ. દ્વારા 7,80,749 ઘરોની મુલાકાત લઇને વિગતો એકત્ર કરવામાં આવી હતી. અમદાવાદમાં સૌથી વધુ 89,142 ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે 39,404 જેટલા ફોર્મ નં.6 મેળવવામાં આવ્યા હતા જેમાં 18 થી ર9 વર્ષની ઉંમરવાળા 29,361 તથા 29 વર્ષથી વધુ વય ધરાવતા 9879 જેટલા નવા મતદારોનો સમાવેશ થાય છે. સ્થળાંતરના કિસ્સામાં 14,600 તથા અવસાન થવાના કિસ્સામાં ર8,0પ6 જેટલા ફોર્મ નં.7 મેળવવામાં આવ્યા હતા.

