HomeNationalદેશના 15માં રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મૂર્મુ, 25મી એ શપથવિધિ

દેશના 15માં રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મૂર્મુ, 25મી એ શપથવિધિ

એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. ત્રીજા રાઉન્ડની ગણતરીમાં જ તેમણે રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 50 ટકાથી વધુ મત મેળવી લીધા હતા. ફાઇનલ નંબર આવ્યા બાદ જીતનું અંતર વધી ગયું. આ રીતે યશવંત સિન્હા મોટા અંતરે હારી ગયા.

ક્રોસ વોટિંગ: આંકડાથી સ્પષ્ટ છે કે વિપક્ષના આશરે 17 સાંસદો સિવાય મોટી સંખ્યામાં ધારાસભ્યોએ દ્રૌપદી મુર્મૂના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા તેમના નિવાસ પર જઈને શુભેચ્છા આપી અને ટ્વીટ કરતા કહ્યું કે, 1.3 અબજ ભારતીય આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યાં છે, ત્યારે પૂર્વી ભારતના એક અંતરિયાળ વિસ્તારમાં જન્મેલા આદિવાસી સમુદાયના ભારતના એક પુત્રી આપણા રાષ્ટ્રપતિ બન્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે ભારતે ઈતિહાસ રચી દીધો છે અને મુર્મૂનું જીવન એક પ્રેરણા છે.

36 ટકા મત વિપક્ષમાં: પરિણામની જાહેરાત સાથે રાષ્ટ્રપતિ ચૂંટણી સંપન્ન થઈ ગઈ. ચૂંટણીમાં 4752 મત પડ્યા, જેમાંથી 4701 મત માન્ય અને 53 મત અમાન્ય જાહેર થયા. રાષ્ટ્રપતિ ચૂંટાનાર ઉમેદવાર માટે 5,28,491 મત જરૂરી હતા. દ્રૌપદી મુર્મૂને પ્રથમ વરીયતાના 2824 મત મળ્યા જેની વેલ્યૂ 6,76,803 છે. તો વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને 36 ટકા મત મળ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW