Sunday, July 7, 2024
HomeBussinessશેર માર્કેટની ડામાડોળ વચ્ચે ગુજરાત સ્થિત પાંચ કંપનીઓનાં શેરના ભાવ ‘લાઇફટાઇમ હાઇ’

શેર માર્કેટની ડામાડોળ વચ્ચે ગુજરાત સ્થિત પાંચ કંપનીઓનાં શેરના ભાવ ‘લાઇફટાઇમ હાઇ’

કેટલાક દિવસોથી માહોલ તેજીનો બન્યો છે ત્યારે ગુજરાત સ્થિત પાંચ કંપનીઓના શેરના ભાવ અત્યાર સુધીની સૌથી ઉંચાઈએ પહોંચી ગયા છે. પાંચમાંથી બે કંપનીઓ અદાણી ગ્રુપની છે.

શેરબજારમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન 15 ટકાનું કરેકશન આવ્યું હતું પરંતુ કેટલાક દિવસોથી ફરી માર્કેટ તેજીનો ઝોક દર્શાવી રહ્યું છે અને ઇન્ડેક્સ રોજ વધી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત સ્થિત પાંચ કંપનીઓના શેરો નવી ઉંચાઈએ પહોંચી ગયા છે. તેમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન, એઆઈએ એન્જીનીયરીંગ, ગુજરાત ફલોરો કેમીકલ્સ તથા મેઘમણી ફાઇનકેમનો સમાવેશ થાય છે.

આ તમામ પાંચ કંપનીઓના શેરો 1 જાન્યુઆરીથી 20 જુલાઈ દરમિયાન 28 ટકાથી 108 ટકા સુધીનો ભાવવધારો સૂચવી રહ્યા છે.રસપ્રદ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન નિફટીમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. શેરબજારના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગુજરાતની અનેક કંપનીઓ ધંધાકીય મોનોપોલી ધરાવી રહી છે અને તેને કારણે તેના નફા માર્જિન ઘણા ઉંચા છે. ગુજરાત ફલોરો કેમીકલ્સની વાત કરવામાં આવે તો કેમીકલ ક્ષેત્રમાં જાણીતું નામ છે

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW