મેદાનની બહાર સોશ્યલ મીડિયા પર હજુ પણ વિરાટ કોહલીનો સિક્કો ચાલે છે. રોનાલ્ડો એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટના 19.17 કરોડ રૂપિયા લે છે.ગયા વર્ષે કોહલી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટના 5 કરોડ રૂપિયા લઈ રહ્યા હતા.
વિરાટ કોહલી અત્યારે તેના કરિયરના સૌથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. ક્રિકેટમાં રન મશીનના નામે મશહૂર કોહલી આજે એક સારી ઇનિંગ રમવા માટે ઘણી મહેનત કરી રહ્યા છે પણ રન નથી બનાવી શક્યા. પર્ફોમન્સ ભલે મેદાન પર ન સારું હોય પણ મેદાનની બહાર સોશ્યલ મીડિયા પર હજુ પણ એમનો સિક્કો ચાલે છે. કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક સ્પોન્સર પોસ્ટના લગભગ 8.70 કરોડ રૂપિયા લે છે અને એક પોસ્ટના સૌથી વધુ રૂપિયા લેવાવાળા પહેલા એશિયન સેલિબ્રિટી બની ગયા છે.

2022ના ઇન્સ્ટાગ્રામ રીચ લિસ્ટ બહાર પાડી હતી. ગયા વર્ષે કોહલી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટના 5 કરોડ રૂપિયા લઈ રહ્યા હતા અને એ 18 મા નંબર પર હતા પણ આ વર્ષે તેઓ 14મા નંબર પર પંહોચી ગયા છે. જણાવી દઈએ કે વર્લ્ડ સ્પોર્ટ્સ સેલિબ્રિટીમાં રોનાલ્ડો અને મેસ્સી પછી વિરાટ કોહલીનો નંબર આવે છે. રોનાલ્ડો 19.17 કરોડ રૂપિયા લે છે અને મેસ્સી 14.21 કરોડ રૂપિયા લે છે.

