ટંકારાના લક્ષ્મી નારાયણ વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ કુવરજીભાઈ સીરજા નામના વેપારીએ બીશનકુમાર ભોલુભાઈ ચંદેર રાકેશકુમાર વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ બન્ને આરોપી બિશનકુમાર અને રાકેશ કુમારે ફોન પર પોતાની સુર્યજીત ઇંન્ડીયા વિનાયલ એલ.એલ.પી. નામના કારખાના ના ધંધા અર્થે વાતચીત કરી હતી અને ફોન પર
એ ધર્મેશભાઈને વિશ્વાસમાં લઇ પી.વી.સી.રેજીનના પીવીસી રેજીન મટીરીયલ્સનો ઓર્ડર લીધા બાદ તેના એડવાન્સમાં રૂ 17 લાખ નુઓનલાઈન એડવાન્સ પેમેટ કરાવી લીધું હતું બાદમાં પીવીસી રેજીન મટીરીયલ્સ નહી પહોચાડતાઆ બાબતે અનેકવાર ફોન પર તેમની સાથે વાત કરી હતી જોકે તેઓએ માલ ન પહોચાડ્યો અથવા રૂપિયા પણ પરત આપતા ન હોવાથી તેમની સાથે છેતરપીડી થયાનું જાણવા મળતા તેમણે બન્ને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય તેવી ફરિયાદ કરી હતી

