મોરબીના ઉચી માંડલ ગામ નજીકથી પસાર થતી એક કેનાલમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો જેને પીએમ અર્થે મોકલી દેવાઈ હતી બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે એડી નોધ કરી મૃતકે આપઘાત કર્યો છે કે અક્સ્માત તે અંગે તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના ઊંચી માંડલ તળાવીયા સનાળા ગામ વચ્ચે સીમ વિસ્તારમાં આવેલા પર્થ સીરામીક કારખાના સામેથી નીકળતી નર્મદા કેનાલના સાયફનની અંદરથી મૂળ મધ્યપ્રદેશના આરસી ગામના વતની ગનસાભાઇ જમારીયાભાઇ ઠાકુર નામના આધેડની લાશ મળી આવી હતી ઘટનાની જાણ થતા આધેડનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે એડી નોધ કરી આધેડનું મોત અકસ્માત છે કે આપઘાત તે અંગે તપાસ હાથ ધરી હતી

