તળાજા એસ.ટી ડેપો વર્કશોપમાં આજે સાંજના સમયે વર્કશોપમાં બે બસ એકાએક ભડભડ સળગવા લાગતા નાસભાગ થઈ ગઈ હતી.
તળાજા ડેપોની મીની બસ સળગી જઇને ખાખ થઈ હતી.
આગ લાગી: રવિવારે સાંજના સમયે તળાજા ડેપોની મીની બસમાં એકાએક આગ લાગીને ચોતરફ ફેલાઈને ભડભડ સળગવા લાગતા અને જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. વાહનની મશીનરી,તમામ સીટ સહિત આખી બસમાં આગ ફેલાઇ જતાં બાજુમાં ઊભેલી મહુવા ડેપોની એસટી બસ નંબર GJ 18 Z 6331 ને પણ લપેટમાં લઈ લેતા તેમાં પણ આગ ફેલાવા લાગી હતી.
વર્કશોપમાંથી તળાજા નગરપાલિકા ફાયર બ્રિગેડને ફોન કરી બોલાવતા ફાયર ફાઈટર સહિત સ્ટાફ દ્વારા એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેતા આગ ઠરી હતી

