HomeGujaratસરદાર સરોવર પરિયોજનામાં 48 ટકા જળસંગ્રહ, 12 ડેમ એલર્ટ

સરદાર સરોવર પરિયોજનામાં 48 ટકા જળસંગ્રહ, 12 ડેમ એલર્ટ

રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 46.91 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,60,363 MCFT જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 48 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

ફ્લડ સેલનો રિપોર્ટ: પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર તા. 13 જુલાઈ, 2022ની સ્થિતિએ રાજ્યભરમાં 21 ડેમ એવા છે કે જેમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. 30 ડેમમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ, 27 ડેમમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 51 ડેમમાં (સરદાર સરોવર સહિત) 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ, 77 ડેમમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમ, મધ્ય ગુજરાતના 17 ડેમ, દક્ષિણ ગુજરાતના 13 ડેમ, કચ્છના 20 ડેમ, સૌરાષ્ટ્રના 141 ડેમનો સમાવેશ થાય છે.

એલર્ટ અપાયું: રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 21 ડેમ તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 6 ડેમ મળી કુલ 27 ડેમ હાઈ એલર્ટ પર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW