HomeGujaratમોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમ સામે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવણી ધરાવતા વાલજી ઉર્ફે વાલો શામજીભાઇ જંજવાડીયા (ઉ.વ. ૩૬), રહે. ત્રાજપર, એસ્સાર પેટ્રોલ પંપ પાછળ, મોરબી-૨, તા.જી. મોરબીવાળાને પાસા હેઠળ અટકાયત કરવા માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્તના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબીએ વાલજી ઉર્ફે વાલો શામજીભાઇ જંજવાડીયા વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું. વોરંટની અમલવારી કરવા માટે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડની ટીમ દ્વારા કાર્યવાહી કરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં આરોપીને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી વધુ કાર્યવાહી માટે જિલ્લા જેલ, ભાવનગર ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW