HomeGujaratમોરબી જિલ્લામાં તડકી છાયડી વચ્ચે 4થી 10 મીમી વરસાદ,

મોરબી જિલ્લામાં તડકી છાયડી વચ્ચે 4થી 10 મીમી વરસાદ,

રાજ્યના વિવિધ જીલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે મોરબી જિલ્લામાં દિવસ દરમિયાન તડકી છાયડી જેવો માહોલ રહ્યો હતો અને આ વાતાવરણ વચ્ચે આખા જીલ્લામાં 4મી.મી.થી લઇ 10 મીમી સુધી વરસાદ પડ્યો હતો તાલુકા મુજબ જોઈએ તો બપોરે 2થી 6 દરમિયાન સૌથી વધુ વાંકાનેરમાં 10 મીમી જયારે મોરબી 8 મીમી અને ટંકારામાં 4મીમી હળવદમાં 4 મીમી વરસાદ થયો હતો જયારે માળિયામાં માત્ર ઝાપટા પડ્યા હતા.
બીજી તરફ ડેમમાં પણ પાણીની આવક ચાલુ રહેતા ડેમમાં પાણીનો પ્રવાહ સતતવધી રહ્યો છે મોરબી જિલ્લામાં શુક્રવારની સ્થિતિ જીલ્લામાં 10 ડેમમાં પાણીનો સંગ્રહાયેલ જથ્થો ૩૩ ટકા જેટલો છે. જિલ્લામાં 10829 mcft સામે 3580 mcft જથ્થો ભરાયેલ છે જયારે 7249 mcft જથ્થો ખાલી પડ્યો છે 10 ડેમની સ્થિતિ જોઈએ તો વાંકાનેર તાલુકાના મચ્છુ 1માં ૨૪૩૫ mcft ક્ષમતા સામે 622 mcft ભરાયેલ છે તો મોરબી તાલુકાના મચ્છુ 2 ડેમમા 3104 mcft સામે 1345 mcft ભરાયેલ મચ્છુ 3 ડેમમાં 191 mcft સામે હાલ 137 mcft ભરાયેલ છે તેમજ ડેમમાં હજુ પણ પાણીની આવક ચાલુ હોવાથી હાલ ડેમનો 1 દરવાજો 0.15 મીટર ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે ઘોડાધ્રોઈ ડેમમાં 243 mcft સામે સિવાય ટંકારા તાલુકાના ડેમી 1 ડેમમાં 783 mcft સંગ્રહ ક્ષમતા સામે 233 mcft ભરાયેલ છે.ડેમી 2માં 753 mcft સામે 268 mcft,ડેમી 3 339 mcft સામે 48 mcft ભરાયેલ છે.બંગાવડીમાં 130 mcft સામે 77 mcft ભરાયેલ છે આ જ રીતે હળવદમાં બ્રાહ્મણીમાં 2060 mcftમાં 432mcft ભરાયેલ બ્રાહ્મણી 2 ડેમમાં 699 mcft 212 mcft ભરાયેલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW