HomeGujaratમોરબીના જેતપર રોડ પર રીક્ષામાં આધેડના ખીસ્સામાંથી 2 શખ્સે રૂ 1 લાખ...

મોરબીના જેતપર રોડ પર રીક્ષામાં આધેડના ખીસ્સામાંથી 2 શખ્સે રૂ 1 લાખ સેરવી લીધા

મોરબીના ખાખરેચી ગામના પ્રવીણભાઈ અંબારામભાઈ જ્સાપરા નામના ખેડૂત અને તેના કાકા ગણેશભાઈ જેતપર પાસે આવેલ એસબીઆઈ બેંકમાંથી દોઢ લાખ જેટલી રકમ ઉપાડી હતી જેમાંથી રૂ 1 લાખ જેટલી રકમ ગણેશભાઈએ પ્રવીણભાઈને આપી હતી અને તે મોરબીમાં રહેતા પ્રકાશભાઈને આપવા જણાવ્યું હતું જે બાદ પ્રવીણભાઈ આ રૂપિયા લઇ જેતપર થી રીક્ષામાં મોરબી આવવા રવાના થયા હતા તેઓ જે રીક્ષા માં બેઠા હતા દરમિયાન એક શખ્સે ઉલટી થતું હોવાનું જણાવી તેની તરફ નમ્યા હતા જે બાદ બીજા એક શખ્સે નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી રૂ 1 લાખ જેટલી રકમ સેરવી લીધી હતી રીક્ષામાંથી ઉતર્યા બાદ તેઓએ તપાસ કરતા આ રૂપિયા ખિસ્સામાં હતા નહી રૂપિયા ચોરી થયા અંગેની જાણ થતા પ્રવીણભાઈએ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા બે શખ્સ તેમજ રીક્ષા ચાલક વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW