HomeGujaratગીર સોમનાથમાં વરસાદથી સમસ્યા, સુત્રાપાડા પાસેની પૂલ તૂટ્યો

ગીર સોમનાથમાં વરસાદથી સમસ્યા, સુત્રાપાડા પાસેની પૂલ તૂટ્યો

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં ખાબકી ચૂકયો છે. છેલ્લા 48 કલાકમાં સુત્રાપાડામાં 18 ઈંચ જેટલો વરસાદ વરસ્યો ચૂક્યો છે. સર્વત્ર મેઘમહેર થતા ગીર સોમનાથના અનેક તાલુકાઓ પાણીમાં ડુબવા લાગ્યા છે. સૂત્રાપાડા તાલુકાના ખેરા ગામ નજીક આવેલો બેઠો પૂલ ભારે વરસાદથી તૂટી પડ્યો છે. આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. જોકે, તેમાં કોઈ જાનહાનિ થઈ નથી.

અતિભારે વરસાદથી વિનાશ જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.સૂત્રાપાડાના ખેરા ગામ નજીક ભારે વરસાદના પાણીના વહેણથી અચાનક પુલ તૂટ્યો હતો. સ્થાનિક લોકોએ પોતાના નજરે આ ઘટના નિહાળી હતી. પુલ તૂટવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ. બેઠો પુલ ભારે વરસાદને લીધે તૂટી પડતા પાણીના ધસમસતા પ્રવાહમાં રસ્તો વહી ગયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ નથી.

ગુરૂવારે બપોરના 4 વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ખેતરો તળાવમાં ફેરવાયા છે.ઉના શહેરમાં પણ જળબંબાકરની સ્થિતિ જોવા મળી છે. ગઈકાલે ઉના શહેરમાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW