વૈશ્વિક મંદિ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યાં છે. ક્રુડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને હવે તે 100 ડોલર પ્રતિ બેલરની નીચે આવી ગયું છે. વિતેલા દિવસોમાં અંદાજે ત્રણ મહિનાના નીચલા સ્તર ઉપર પહોંચ્યા બાદ ગુરૂવારે પણ કિંમતમાં ઘટાડો આવ્યો છે. ક્રુડની કિંમતો ઘટવાથી દેશમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાની આશા વધી ગઈ છે.

એક રિપોર્ટ પ્રમાણે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. જે લગભગ ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. ગુરૂવારે પણ શરૂઆતમાં ક્રુડ ઓઈલના ભાવોમાં ઘટાડો થયો હતો. તેનું કારણ સંભવિત વૈશ્વિક મંદી છે. આ વચ્ચે ક્રુડ ઓઈલની માગને લઈને ચિંતામાં પણ વધારો થયો છે. બ્રેન્ટ ક્રુડ વાયદો 71 સેંટ ઘટીને 99.98 ડોલર પ્રતિ બેરલ ઉપર પહોંચી ગયો છે. WTI ક્રુડ વાયદો 62 સેંટ ઘટીને 97.91 ડોલર બેરલ ઉપર આવી ગયો છે.

આ પહેલા મંગળવારે WTI ક્રુડમાં 8 ટકા અને બ્રેન્ટ ક્રુડમાં 9 ટકાનો ઘટાડો આવ્યો છે. બજારના સુત્રોના જણાવ્યા પ્રમાણે બુધવારના આંકડા જણાવે છે કે વિતેલા સપ્તાહમાં અમેરીકાના કાચા તેલના સ્ટોકમાં લગભગ 3.8 મિલિયન બેરલની વૃદ્ધિ થઈ છે. જ્યારે ગૈસોલિનનો સ્ટોક 1.8 મિલિયન બેરલ ઘટી ગયો છે. રશીયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ક્રુડ ઓઈલના ભાવોમાં જોરદાર તેજી જોવા મળી હતી. આ દરમયાન ક્રુડ ઓઈલની કિંમત વર્ષ 2008ના પોતાના સર્વોચ્ય સ્તરને સ્પર્શીને 139 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. જો કે તે બાદ તેની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે અને ફરી ક્રુડ ઓઈલનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગયો છે.

વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જો ક્રુડ ઓઈલની કિંમતોમાં એક ડોલરનો વધારો થાય છે તો ભારતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ 50થી 60 પૈસા વધી જાય છે. તેવી જ રીતે જો ક્રુડનો ભાવ ઘટે છે તો પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટવાના પણ એંધાણ મળી રહ્યાં છે.

