HomeGujaratદ્વારકામાં ધજા અડધી કાઠીએ ફરકાવી, સુરક્ષા હેતુ લેવાયો નિર્ણય

દ્વારકામાં ધજા અડધી કાઠીએ ફરકાવી, સુરક્ષા હેતુ લેવાયો નિર્ણય

દ્વારકામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં 6.6 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે સમગ્ર દ્વારકા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. જેને કારણે દ્વારકામાં જગત મંદિરનાં શિખરે અડધી કાઠીએ ધજા ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ નિર્ણય લીધો હતો. વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ધજા ફરકાવાશે.

દ્વારકામાં 4 અને ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. મૂશળધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. દ્વારકામાં અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા થયા છે. રાવલ-સુર્યાવદર વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. સાની નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે. લોકો જીવના જોખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે. ભારે વરસાદથી જિલ્લાના નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે. તો બીજી તરફ સીમાની કાલાવડથી બારા તરફ જતાં માર્ગ પર પુલ પર પાણી ફરી વળતા લોકોને જીવના જોખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW