HomeNationalઇન્ડિયન એરફોર્સમાં પિતા પુત્રીની જોડીએ ફાઇટર પ્લેનની ફલાઇટ ઉડાવી, સેલ્યૂટ

ઇન્ડિયન એરફોર્સમાં પિતા પુત્રીની જોડીએ ફાઇટર પ્લેનની ફલાઇટ ઉડાવી, સેલ્યૂટ

ભારતીય એર ફોર્સમાં કંઈક એવું થયું જે પહેલા ક્યારેય નથી થયું. હવાઈ દળની એવી તસવીર સામે આવી છે, જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. આ તસવીરને જોઈ અને તેના વિશે જાણીને પણ ગર્વ થશે.

બાપ દીકરીની જોડી: એક પિતા અને પુત્રીની જોડી પોતાની ખાસ ઉપલબ્ધિ માટે ચર્ચામાં છે. ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્મા પોતાના પિતા ફાઈટર પાઈલટની સાથે ઉડાન ભરનારી પહેલી ભારતીય પાઈલટ બની ગઈ છે. ભારતીય વાયુસેનાનું હોક-132 એરક્રાફ્ટ ઉડાડનારી પહેલી પિતા-પુત્રીની જોડી છે. પોતાના પિતાના પગલે ચાલતા અનન્યા શર્માએ એવી સિદ્ધિ મેળવી છે જેના પર તેના પિતાને પણ ઘણો ગર્વ છે.

શું કહ્યું એર કમોડરે: કમોડોર સંજય શર્મા અને તેમની દીકરી અનન્યા શર્માએ તારીખ 30 મેએ આ ઉડાન ભરી હતી. ભારતીય વાયુ સેનામાં પહેલી વખત આવું બન્યું છે અને પિતા-પુત્રીની જોડીએ ઈતિહાસ રચી દીધો છે. ભારતીય વાયુસેના મુજબ, કર્ણાટકના બીદરમાં એક હોક-132 એરક્રાફ્ટથી તેમણે ઉડાન ભરી. સોશિયલ મીડિયા પર પિતા અને પુત્રીની તસવીર વાયરલ થઈ રહી છે.

કોણ છે આ: અનન્યા શર્મા નાનપણથી એર ફોર્સના આ વાતવરણમાં જ ઉછરી છે. તે સમજણી થઈ અને પોતાના પિતાને ભારતીય વાયુસેનામાં ફાઈટર પાઈલટ તરીકે જોયા તે પછીથી તેણે બીજી કોઈ નોકરીની કલ્પના નહોંતી કરી. નાનપણમાં જે વિચાર્યું હતું એ જ આગળ જતા બન્યુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW