મોરબી જિલ્લામાં ચોમાસું વિધિવત બેસી ગયું હોવા છતાં હજુ સુધી મેઘરાજા મનમૂકી વરસ્યા નથી જેના કારણે ખેડૂતો પુરતી વાવણી કરી શક્યા નથી.જેના કારણે ખેડૂતો ચોમાસું પાકનું સમયસર વાવેતર કરી શક્યા નથી. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી અને આગાહી જાણે સાચી પડી હોય તેમ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો હતો.જેના પગલે ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી
મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં બપોરે 2થી 4 દરમિયાન 19 મીમી વરસાદ વરસી ગયો હતો તો 4થી 6 દરમિયાન મોરબી માળિયા તાલુકાના દરિયાકાંઠાના ગામમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા મોરબીના નવલખી પોર્ટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ વરસી ગયો હતો તો હજનાળી ગામમાં મેઘો મનમુકીને વરસી પડતા એક જ વરસાદમાં તળાવ ભરાઈ ગયું હતું
માળિયા મોરબી વાંકાનેર અને હળવદ નગરપાલિકા વીસ્તારમાં વરસાદ થયો ન હતો આ વિસ્તારમાં કાળા ડીબાંગ વાદળ અને ઠંડા પવન ફૂકાયા હતા જોકે વરસાદ ન થતા વરસાદમાં ભીંજાવવાની લોકો આશા પર પાણી ફરી વળ્યું હતું

