મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ પાથલ બાદ સરકાર બદલી ગઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને બેઆબરૂ થઈને મહારાષ્ટ્રની સરકારમાંથી જવું પડ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ જ્યારે મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત કરી ત્યારે દેવેન્દ્ર ફડણવીસનું એક ટ્વિટ વાયરલ થયું છે.

એકનાથ શિંદેના નેતૃત્વવાળા શિવસેનાના બળવાખોર જૂથ અને ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન સરકારમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ધારાસભામાં બહુમત સાબિત કર્યાં બાદ ફરીથી તેનો ઉલ્લેખ કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, જ્યારે મહાવિકાસ અઘાડીની સરકાર આવી હતી ત્યારે પણ મેં કહ્યું હતું કે, આ સરકાર નૈસર્ગિક નથી જે ટકશે પણ નહીં.
मी पुन्हा आलो…
— Devendra Fadnavis (@Dev_Fadnavis) July 4, 2022
आणि
इतरांना पण सोबत घेऊन आलो..#Maharashtra pic.twitter.com/SvPuPyQvTi
તેણે જણાવ્યું હતું કે ત્યારે મેં એક કવિતા સંભળાવી હતી. મેરા પાની ઉતરતા દેખ મેરે કિનારે પર ઘર મત બસા લેના, મેં સમંદર હું, લોટકર વાપર આઉંગા. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેને લઈને મારી મજાક પણ ઉડાવવામાં આવી હતી. તેણે કહ્યું કે, હું પાછો આવ્યું છું અને તેની સાથે એકનાથ શિંદેને પણ લઈ આવ્યો છું.
… क्यों की हर काम तक़दीर के भरोसे टाले नहीं जाते ! pic.twitter.com/kUj517mxHg
— Devendra Fadnavis (@Dev_Fadnavis) July 4, 2022
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જે લોકોએ મારૂ અપમાાન કર્યું તેની સાથે મારો બદલો એ છે કે મેં તેમને માફ કરી દીધા. રાજનીતિમાં દરેક વસ્તુ દિલ પર લેવી જોઈએ નહીં. મહારાષ્ટ્રના ડે.સીએમ.એ જણાવ્યું કે, રાજનીતિમાં દરેકને આલોચના સાંભળવા માટે તૈયાર રહેવું જોઈએ. અમે નિવેદનો આપવા માટે અને સોશયલ મીડિયામાં પોસ્ટ કરનારા લોકોને પણ જેલમાં જતા જોયા છે.

