માળિયા મિયાણા શહેરના જેડાવાસ વિસ્તારમાં આવેલ માતમ ચોક નજીક રહેતો એક શખ્સ નેશનલ હાઇવે નજીક શહેનશાહ વલી પાટિયા પાસે દેશી બંદૂક લઈને ફરતો હોવાની માળીયા પોલીસને બાતમી મળી હતી બાતમી આધારે પીએસઆઈ બી.ડી જાડેજા અને સ્ટાફે વોચ ગોઠવી ફારૂક દિલાવર જેડા નામના શખ્સને સિંગલ બેરલની હાથ બનાવટની બંધુક સાથે ઝડપી લીધો હતો બનાવ અંગે માળીયા પોલીસે આમર્સ એકટ હેઠળ ગુન્હો નોંધી બધુંક કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી

