દેશના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. 24 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા સપ્તાહમાં તેમાં 2.734 અરબ ડોલર વધીને 593.323 અરબ ડોલર ઉપર પહોંચી ગયું છે. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે આ અંગેની માહિતી જાહેર કરી હતી.

આરબીઆઈના આંકડા પ્રમાણે 17 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડર 5.87 અરબ ડોલર ઘટીને 590.588 અરબ ડોલર રહી ગયું હતું. આ પહેલા 10 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા સપ્તાહમાં તે 4.599 અરબ ડોલર ઘટીને 596.458 અરબ ડોલર નોંધાયું હતું.

આરબીઆઈના સાપ્તાહિક આંકડા પ્રમાણે રિપોર્ટિંગ અઠવાડીયામાં વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાલો આવવા માટેના કારણમાં કુલ મુદ્રા ભંડારનો મોટો ભાગ કહેનારૂ ફોરેન કરન્સી એસેટ એટલે કે એફસીએ અને સુવર્ણ આરક્ષિત ભંડારમાં વૃદ્ધિ છે. રિઝર્વ બેંકે કહ્યું કે રિપોર્ટિંગ વિકમાં ભારતની એફસીએ 2.334 અરબ ડોલર વધીને 529.216 અરબ ડોલર થઈ ગઈ છે.

આ ઉપરાંત રિપોર્ટિંગ વિકમાં ગોલ્ડ રિઝર્વનું મુલ્ય 34.2 કરોડ ડોલર વધીને 40.926 અરબ ડોલર થઈ ગયું છે. રિપોર્ટિંગ વિકમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફમાં દેશનું એસડીઆર એટલે કે સ્પેશયલ ડ્રાઈંગ રાઈટ 5.5 કરોડ ડોલર વધીને 18.21 અરબ ડોલર થઈ ગયું છે. આઈએમએફમાં દેશનો મુદ્રા ભંડાર પણ 30 લાખ ડોલરથી વધીને 4.97 અરબ ડોલર થઈ ગયો છે.

