HomeGujaratસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચ.ડી.ની 121 જગ્યા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું થયું શરૂ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચ.ડી.ની 121 જગ્યા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું થયું શરૂ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષામાં આ વર્ષે 26 કોર્સમાં પી.એચ.ડી.ની 121 જગ્યા ખાલી છે. જેની એન્ટ્રન્સ ટેસ્ટ જુલાઈમાં યોજાશે. જેના ઓનલાઈન ફોર્મ ભરવાનું આજથી શરૂ થઈ ગયું છે.

યુનિવર્સિટીમાં પી.એચ.ડી. પ્રવેશ પરીક્ષામાં કો-ઓર્ડીનેટર તરીકે પી.જી. વિભાગના હેડ મનીષ ધામેચા, તથા કો-કોર્ડીનેટર દિપક પટેલ, મનીષ શાહ અને રમેશ કોઠારીને મૂકાયા છે. જુલાઈ માસમાં ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. જેમાં કોમર્સમાં સૌથી વધુ 20, ફીઝીક્સમાં 14, માઈક્રોબાયોલોજીમાં 9, હિન્દીમાં 8, એજ્યુકેશનમાં 7, ગુજરાતી, મૈસ્ટ્રી, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માં 6-6, કાયદા – ઈતિહાસમાં 4-4, સમાજશાસ્ત્ર, કમ્પ્યુટર સાયન્સ, મનોવિજ્ઞાન, ઇલેક્ટ્રોનીક્સ, અંગ્રેજીમાં 3-3, હ્યુમન રાઈટસ, બિઝનેસ મેનેજમેન્ટ, ફાર્મસી, તત્વજ્ઞાન, સંસ્કૃત, સોશ્યલ વર્કમાં 2-2, મેથેમેટિક્સ, એપ્લાયડ ફીઝીક્સ અને રૂરલ સ્ટડીઝમાં 1-1 સીટ પીએચ.ડી. માટે ખાલી છે.

પત્રકારત્વ અને પરર્ફોર્મિંગ આર્ટસ સહીતની ફેકલ્ટીમાં સીટ ખાલી ન હોવાથી એન્ટ્રન્સ ટેસ્ટ જ નહિ લેવાય. જેને કારણે છેલ્લા એક વર્ષથી મહેનત કરતા વિદ્યાર્થીઓની તૈયારી પર પાણી ફરી વળશે. સાથે જ યુનિવર્સિટી દ્વારા તઘલખી નિર્ણય કરાયો છે કે એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ વિદ્યાર્થીને ડી.આર.સી. (ડીપાર્ટમેન્ટ રીસર્ચ કમિટી) માં ગાઈડ ન ફાળવાય તો વિદ્યાર્થીએ બીજા વર્ષે રૂ. 500 ની ફી ભરી ફરી પરીક્ષા પાસ કરવી પડે.

15 મી જુલાઇ સુધીમાં ઉમેદવારો https://phd.sauuni.ac.in પરથી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. વધુ વિગતો માટે phd.2022@sauuni.ac.in પર સંપર્ક કરવાનો રહેશે. પરીક્ષાની માહિતી, સીટ નંબર, વિષય વાર સીટ સહિતની વિગતો વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW