HomeNationalસિંગતેલમાં ડબ્બો 2700 રૂપિયા સુધી પહોંચ્યો, જાણો વેપારીઓનો મત

સિંગતેલમાં ડબ્બો 2700 રૂપિયા સુધી પહોંચ્યો, જાણો વેપારીઓનો મત

મોંઘવારીના માર વચ્ચે જનતાને વધુ એક ડામ લાગ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભડકા બાદ હવે ખાદ્યતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે ભાવવધારો ઝીંકાતા ગૃહિણીઓની કમર તોડી નાંખી છે.

ભાવ વધારો: સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂપિયા 10-10નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2680થી 2730 સુધી પહોંચ્યો છે એવી જ રીતે કપાસિયાના ડબ્બાનો ભાવ રૂપિયા 2480થી 2530 સુધી પહોચ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો બાદ તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે, એવામાં એવું જાણવા મળી રહ્યું છે કે તહેવારોના દિવસો શરૂ થવાને કારણે ડીમાંડ વધવાની ગણતરીથી તેલિયા રાજાઓએ ભાવ વધાર્યો છે.

તહેવાર પહેલા વધ્યા ભાવ: મહત્વનું છે કે, મોંઘવારીના અસહ્ય માર વચ્ચે ફરી વાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. એક તરફ મગફળી અને કપાસની આવક વધી રહી છે. તો બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે મગફળી અને કપાસિયામાં ભેજ આવતો હોવાથી પીલાણ થઈ શકતું નથી. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાં ખાદ્યતેલની માગ વધી છે. જેથી અહીંયા ભાવમાં વધારો થયો છે.

બજેટ બગડ્યું: સિંગતેલની સીઝનમાં જ સિંગતેલનો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. કારણ કે સિંગતેલના ડબ્બાનો ભાવ ફરી 2680 થી 2730 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલનો ભાવ ડબ્બે 2480 થી 2530 રૂપિયાએ પહોંચ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW