Sunday, July 7, 2024
HomeBussinessશેર બજારમાં ઘટાડા સાથે શરૂવાત, જાણો નિફ્ટીનો આંક

શેર બજારમાં ઘટાડા સાથે શરૂવાત, જાણો નિફ્ટીનો આંક

શેરબજારમાં આજે ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી પર બેન્ક અને નાણાકીય સૂચકાંકો 1 ટકા નબળા પડ્યા છે. આઈટી ઈન્ડેક્સમાં પણ લગભગ 1 ટકાની નબળાઈ જોવા મળી રહી છે.

ઘટાડા સાથે શરૂવાત: ભારતીય શેરબજારમાં આજે જોરદાર ઘટાડા સાથે શરૂઆત થઈ છે. રૂપિયાના ઐતિહાસિક ઘટાડાને કારણે અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી સ્થાનિક શેરબજારમાં કડાકો બોલી ગયો છે. બેન્કિંગ, આઈટી, મેટલ્સ શેરોમાં જબરદસ્ત ઘટાડો શેરબજારને નીચે ખેંચી ગયો અને આજે સેન્સેક્સ-નિફ્ટી 1-1 ટકાના મોટા ઘટાડા સાથે ખુલ્યા છે.

કારોબારમાં, BSE 30-શેરનો સૂચકાંક સેન્સેક્સ 554.30 પોઈન્ટ્સ અથવા 1.04 ટકાના ઘટાડા સાથે 52,623.15 પર ખૂલ્યો હતો અને NSE 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 148.50 પોઈન્ટ અથવા 0 ટકાના ઘટાડા સાથે 15,701 પર ખૂલ્યો હતો.

પ્રી-ઓપનિંગમાં બજાર કેવું હતું: આજના પ્રી-ઓપનિંગમાં શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. NSEનો નિફ્ટી 148.50 પોઈન્ટ અથવા 0.94 ટકાના ઘટાડા સાથે 15,701 પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 607.20 પોઈન્ટ્સ અથવા 1.14 ટકા ઘટીને 52572.74 ના સ્તર પર હતો.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW