Sunday, July 7, 2024
HomeGujaratફાંસીની સજા બાદ ફેનિલે વધુ સુનાવણી માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

ફાંસીની સજા બાદ ફેનિલે વધુ સુનાવણી માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનીલ ગોયાણીએ આખરે નીચલી કોર્ટે તેને ફટકારેલી ફાંસીની સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી ક્રિમીનલ અપીલ આજે હાઇકોર્ટે દાખલ કરી હતી. જો કે, કેસની સુનાવણી દરમ્યાન આરોપીના વકીલ તરફથી હાઇકોર્ટને અનુરોધ કરાયો હતો. જો કે, હાઇકોર્ટે તેમને સ્પષ્ટ શબ્દોમાં સુણાવ્યું હતું કે, તમારી પહેલાં અન્ય કેસોમાં સજા પામેલા દોષિતો દસ-બાર વર્ષથી જેલમાં છે અને તેઓની સજા સામેની અપીલો ઓલરેડી પેન્ડીંગ છે ત્યારે તમારી અપીલ સાંભળવામાં પ્રાથમિકતા આપી ન શકાય.

ફેનીલે ટ્રાયલ કોર્ટની ફાંસીની સજા હળવી કરવા નીચલી કોર્ટના હુકમને પડકારતી ક્રિમીનલ અપીલ ફાઇલ કરી હતી, જે આજે હાઇકોર્ટે દાખલ કરી હતી. હવે આવનારા દિવસોમાં આ અપીલો ચાલવા પર આવશે અને તેની સુનાવણી હાથ ધરાશે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,704FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW