HomeNationalઅંબાજી દર્શનમાં ફેરફાર, બે વાર થશે આરતી

અંબાજી દર્શનમાં ફેરફાર, બે વાર થશે આરતી

યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓ ની સગવડ અને સરળતાથી દર્શન થઈ થકે તેવી સગવડ માંટે અંબાજી મંદિરમાં તારીખ 1 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

બે વાર આરતી: હવે પછી અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજથી બે વખત જ કરવામાં આવશે. બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતી ના સમય માં પણ ફેરફાર થશે સવારે મંદિર 10.45 કલાકે બંધ થતો હતો તેના બદલે હવે 11.30 સુધી લંબાવાયો છે

સવારી દર્શન: માતાજી ની સાતે દિવસ ની સવારી નાં દર્શન જે માત્ર 10.45 સુધી થતાં હતા જે હવે 4.30 કલાક સુધી દર્શન નો લાભ મળશે. અષાઢીબીજ થી દર્શન નો સમય આ પ્રમાણે નક્કી કરવા માં આવેલ છે એટલુજ નહી અષાઢી બીજ ના દિવસે પવિત્ર માનસરોવર માં નવા નીરના વધામણા પણ કરવામાં આવશે.

આરતી સવારે – 7.30 થી 8.00
દર્શન સવારે – 8.00 થી 11,30
બપોરે આરતી બંધ કરવા માં આવી છે
બપોરે દર્શન – 12.30 થી 16.30
સાંજે આરતી -19.00 થી 19.30
દર્શન સાજે – 19.30 થી રાત્રી ના 21.00 સુધી મંદિર ખુલ્લુ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW