વાંકાનેરના જેટપરડાં ગામમાં આવેલ મલ્ટીસ્ટોન સીરામીક કારખાનામા ગત. તા.૧૩ મેં ના રોજ વહેલી સવારના છએક વાગ્યાની આસપાસ સારીકાબેન હાબુભાઈ અન્ના કેરાળે નામની 32 વર્ષની મહિલા શ્રમિક પાવડરની બોરી કાપવા કામ કરતી હતી ત્યારે અચાનક અકસ્માતે પગ લપસી જતા શરીરે ઇજા પહોંચી હતી જેથી પ્રાથમીક સારવારમા વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે બેભાન હાલતમા લઇ જતા અને ડોકટરે તપાસ કરતા કરોડરજુમા ડેમેજ થઇ હોયજેથી વધુ સારવારમાટે બેભાન હાલતમા જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે વધુ સારવારમા માટે લઇ ગયેલ હોયઅને ત્યા તેની સારવાર થઇ શકે તેમ ન હોય જેથી ત્યાથી વધુ સારવાર માટે તા.૩૦/૦૫/૨૦૨૨ ના કલાક ૦૬/૨૦ વાગ્યે અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે લઇ જતા બેભાન હાલતમા દાખલ કરેલ સારવાર દરમ્યાન ફરજપરના ડો.એન.કે.હુમલ મેડીકલ ઓફીસર સરકારી હોસ્પિટલ અમદાવાદવાળએ મહિલા શ્રમિકનું મોત થયું હોવાનુંનજાહેર કર્યું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

