HomeGujaratગૌતમ અદાણીના જન્મ દિવસ નિમિતે 14000 કર્મચારીઓએ રક્તદાન કર્યું

ગૌતમ અદાણીના જન્મ દિવસ નિમિતે 14000 કર્મચારીઓએ રક્તદાન કર્યું

દેશના નામાંકીત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના 60માં જન્મ દિને સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળએ કાર્યરત વિક્રમજનક 14000 કર્મચારીઓએ રક્તદાન કરીને આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. અદાણી ગૃપની રાષ્ટ્ર અને તેના નાગરિકોને બહુવિધ માર્ગે ઉપયોગી થવાની ફિલોસોફીને અનુરુપ પ્રતિવર્ષ અદાણી ફાઉન્ડેશન ગુપના ચેરમેનના જન્મદિવસે સ્વૈચ્છિક રક્ત દાન માટે ખાસ કેમ્પ યોજવાની અદાણી ફાઉન્ડેશને એક પરંપરા પ્રસ્થાપિત કરી છે.

અદાણી ફાઉન્ડેશને આ પ્રણાલિ અંતર્ગત યોજેલી રક્તદાન ઝૂંબેશમાં એકત્ર કરાયેલા 14000 બ્લડ યુનિટ ગત વરસે યોજેલા રક્તદાન કેમ્પમાં એકત્ર કરવામાં આવેલા યુનિટ્સની તુલનાએ 5000 યુનિટ્સ વધુ છે. ભારતના 20 રાજ્યોને આવરી લેતા 115 શહેરોમાં 152 સ્થળોએ રક્તદાન કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી.138થી વધુ બ્લડ બેંકોએ રક્તદાન એકત્ર કરવામાં સહયોગ આપ્યો હતો.

શ્રેણીબધ્ધ સામાજીક કાર્યોમાં યોગદાન આપવાના ધ્યેયથી અદાણી પરિવારે રુ.60 હજાર કરોડ આપવાના કરેલા સંકલ્પના બીજા દિવસે હાથ ધરવામાં આવેલી રક્તદાનની દેશવ્યાપી ઝૂંબેશને પ્રસંશનીય સહયોગ સાંપડ્યો છે. રાષ્ટ્રના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સખાવત સંબંધી કામગીરી માટે આ નાણાનો ઉપયોગ અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.

અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડો.પ્રીતી અદાણીએ ચેરમેનના જન્મ દિવસ પ્રસંગે અદાણીના વિશાળ કર્મચારીગણે અનેક જીંદગીઓને બચાવતા રક્તદાન માટે આગળ આવી અનુકરણિય યોગદાન આપ્યું છે તે ઘટના સહુ માટે હ્દય સ્પર્શી છે. અદાણી પરિવાર દ્વારા સ્વાસ્થય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે રુ.60,000 કરોડની સખાવતનો સંકલ્પ અને રક્તદાન શિબિરોમાં ભાગ લેનાર કર્મચારીઓની સંખ્યા ફાઉન્ડેશન જે સામાજિક કાર્ય કરી રહ્યું છે એ તમામના માન્યતા અને અપેક્ષાઓની પૂર્તી કરે છે. સામાજિક સમસ્યાઓમાં યુવા પેઢી તેમજ અદાણી ગ્રૂપની રાષ્ટ્રનિર્માણની ફિલોસોફીને આગળ લઇ જવા માટે તેમના મળી રહેલા સમર્થનનું મને ગૌરવ છે. અમારા પ્રત્યેના લોકોના સ્નેહ માટે તેમણે રુણભાવની લાગણી વ્યક્ત કરી છે.”

તબીબી કટોકટીના સામનો કરતા માતા-પિતાઓ માટે રક્તનો કોઇ વિક્લપ નથી. એકત્ર કરવામાં આવેલું રક્ત પદનામિત સંસ્થાઓ દ્વારા સુરક્ષિત સંગ્રહ કરવામાં આવે છે અને ગંભીર ઇજાઓ, શસ્ત્રક્રિયાઓ, બ્લડ ડીસઓર્ડર, કેન્સરની સારવાર અને અન્ય જીવલેણ બિમારીઓ સહીતની તાકીદના તબીબી સંજોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW