HomeGujaratરવિવારે પણ SBIનું આ કામ થશે, ખાતેદારને થશે આ ફાયદો

રવિવારે પણ SBIનું આ કામ થશે, ખાતેદારને થશે આ ફાયદો

ઈન્ડિયાએ તેના ગ્રાહકોને એક મોટી સુવિધા આપી છે, જો તમે પણ SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા)ના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે મહત્વના સાબિત થશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકો માટે બે ટોલ ફ્રી નંબર જારી કર્યા છે. જેની મદદથી હવે ગ્રાહકોને બેંક સંબંધિત કામ માટે ચક્કર મારવા નહીં પડે. ખાસ વાત એ છે કે ગ્રાહકોના બેંક સંબંધિત કામ રવિવારે પણ માત્ર એક ફોન કોલ પર થઈ શકે છે. SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) દ્વારા જારી કરાયેલા બંને નંબર ગ્રાહકોની સેવા માટે 24 કલાક ઉપલબ્ધ રહેશે.

આ બે ટોલ ફ્રી નંબર પર થશે કામ:
ઘણા લોકો હાલના સમયમાં પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી. આ જ કારણ છે કે SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) એ તેના દરેક ગ્રાહકની સુવિધાને ધ્યાનમાં રાખીને ટોલ ફ્રી નંબર જારી કર્યા છે. 18001234 અને 18002100 ટોલ ફ્રી નંબર જારી કરવામાં આવ્યા છે. જેના પર કોલ કરીને ગ્રાહકો પાંચ પ્રકારની બેંકિંગ સુવિધાઓનો લાભ લઈ શકશે.

SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) એ તેના ગ્રાહકોને 5 વિશેષ સુવિધાઓ આપવા માટે ટોલ ફ્રી નંબર જારી કર્યા છે . SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) ના ટોલ ફ્રી નંબરો પર કોલ કરીને ગ્રાહકો તેમના ખાતાની બેલેન્સ અને છેલ્લા 5 વ્યવહારો વિશે માહિતી મેળવી શકશે. આની મદદથી એટીએમ ડેબિટ-ક્રેડિટ કાર્ડ બંધ કરી શકાય છે અથવા નવા કાર્ડ માટે અરજી કરી શકાય છે અથવા સ્ટેટસની માહિતી લઈ શકાય છે. ગ્રાહકો ટોલ ફ્રી નંબર પર કોલ કરીને TDS કપાત અને ડિસ્પેચ સ્ટેટસની તપાસ સાથે સંબંધિત માહિતી પણ મેળવી શકશે. આ ઉપરાંત ગ્રાહકો ઈ-મેલ દ્વારા પણ વ્યાજ પ્રમાણપત્ર સબમિટ કરી શકશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW