HomeGujaratપાંચ જુદા જુદા અકસ્માત કરી રૂ.40 લાખનો ક્લેમ પકવવા બનાવી આવી યુક્તિ

પાંચ જુદા જુદા અકસ્માત કરી રૂ.40 લાખનો ક્લેમ પકવવા બનાવી આવી યુક્તિ

કારના અકસ્માત માટે ગજબની યુક્તિ એક ભેજાબાજે વાપરી હતી પછી ઇન્સ્યોરન્સ કંપનીને શંકા જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

એવું થયું: એક જ પરિવારના પાંચ સભ્યોને અલગ–અલગ જગ્યાઓ પર અકસ્માત નડે તો શું કહેશો? ભલભલાને આ પરિવારની ચિંતા થાય તે સ્વાભાવિક છે. પરંતુ રાજકોટના એક જ પરિવારના પાંચ સભ્યોની કારને અકસ્માત થયો છે એ જાણીને વીમા કંપનીને આશ્ચર્ય થયું. જયારે તપાસ કરાઈ ત્યારે હકીકત સામે આવી ગઈ. રાજકોટના 40 વર્ષના શખ્સ અને તેમના પરિવારના અન્ય ચાર સભ્યોને એક જ દિવસમાં અલગ–અલગ જગ્યાઓ પર અકસ્માત થયો હતો. તેઓ અલગ–અલગ વાહનમાં હતા, પરંતુ બધાની સાથે એક જ દિવસે ઘટના બની હતી.

ભેજાબાજ: પરિવારે ચાલુ વર્ષના માર્ચ મહિનામાં અલગ–અલગ કંપનીઓમાં વીમાના કલેમ માટે અરજી કરવા આવી હતી. બે ઈન્સ્યોરન્સ કંપનીઓને આ દાળમાં કંઈક કાળું હોય તેવી શંકા ગઈ હતી, આ પછી રાજકોટ, અમરેલી અને અમદાવાદ પોલીસને છેતરપિંડીનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

40 લાખ રૂપિયાનો કલેમ કર્યેા હતો. આ વખતે વાહન ખરીધાના અસલ દસ્તાવેજ રજૂ ના કર્યા હોવાથી તેમનો કલેમ પાસ કરવાનો કંપની દ્રારા ઈનકાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ પરિવારે પોલીસ ફરિયાદ કરીને પોતાનો કલેમ મંજૂર કરાવી લીધો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW