HomeGujaratમોરબીના કેનાલ બાયપાસથી લીલાપર સુધીના રોડના આડેધડ ચાલતા કામથી સ્થાનિકોને હાલાકી

મોરબીના કેનાલ બાયપાસથી લીલાપર સુધીના રોડના આડેધડ ચાલતા કામથી સ્થાનિકોને હાલાકી

મોરબી નગર પાલિકા દ્વારા રાજકોટ – કંડલા બાયપાસ રોડ થી લીલાપર રોડ સુધી કેનાલ ની બીજી બાજુએ રોડ નું કામ ચાલી રહ્યું છે.આ કામમાં સરકારી વિભાગો દ્વારા જરૂરી સંકલન ના અભાવે લોકો દ્વારા ભરવામાં આવેલ ટેક્ષના રૂપિયા નો બિન જરૂરી બગાળ થઇ રહ્યો હોય તેવું દેખાય છેઆ કામ માં શનાળા રોડ ઉમિયા સર્કલથી અવની ચોકડી એ હીરાસરી ના રસ્તા સુધી નું કામ ચાલુ કર્યા ને ઘણો સમય થઇ જવા પામેલ હોવા છતા આ કામ અધૂરું હોવાથી સરકારી વિભાગો જેવા કે જી.ઈ.બી., પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા વિભાગ, ટેલીફોન વિભાગ વગેરે વચ્ચે સંકલનના અભાવેના લક્ષ્મી એપાર્ટમેન્ટ, અવધ પેલેસ, સોપાન હાઈટસ એપાર્ટમેન્ટ તેમજ અન્ય એપાર્ટમેન્ટ ના લોકો પરેશાન થઇ રહ્યા છે.બીજું કે સરકાર દ્વારા પાણી ની પાઈપ લાઈન જે પેલા નાખેલ હતી તેનો ઉપયોગ કરવાને બદલે આ પાઈપ લાઈન કાઢી નાખેલ છે. અને તે પણ ફરીથી ઉપયોગમાં આવે તેવી રીતે અણઘણ રીતે જે.સી.બી. થી કાઢવામાં આવતા આ પાઈપ લાઈનો ના લોખડ ના પાઈપો તૂટી જવા પામેલ છે. કે જે હવે ફરીથી ઉપયોગ માં લઇ શકાય તેવા રહ્યા નથી તો આના માટે જવાબદાર કોણ? અને તે તૂટેલા પાઈપો હજુ પણ સાઈટ ઉપર લોકોને નડતર રૂપ પડેલ છે. તેને યોગ્ય જગ્યા એ લઇ જવા માં આવેલ નથી .

હાલમાં આ પાઈપ લાઈન જે કાઢેલ છે તેની જગ્યા એ નવા પાઈપો લાવીને નવી પાઈપ લાઈન બીજા કોન્ટ્રકાટર દ્વારા નાખવામાં આવી રહી છે. કોના બાપ ની દિવાળી? અને આ પૈસા કોના છે?. આવા નિર્ણયો અને વહીવટ શામાટે કરવામાં આવે છે. અને આવો ખર્ચ શામાટે કરવામાં આવી રહ્યો છે તેમ સ્થાનિક લોકો પૂછી રહ્યા છે.બીજું કે અમુક જી. ઈ. બી. ના સબ સ્ટેશનો ફેરવવાના છે . જેનું હજુ કઈ ઠેકાણું નથી અને તે જગ્યા એ હાલ માં રોડનું કામ થઇ રહ્યું નથી . આ રોડ ટ્રાફિક ઓછો થાય લોકોની સુવિધા વધે તેના માટે થઇ રહ્યો છે, તેમાં આ સબ સ્ટેશનો અવરોધ રૂપ છે. છતા પણ હજુ આ બાબતે કઈ થયેલ નથી અને રોડ નું કામ ચાલી રહ્યું છે, આને કેવો વહીવટ કહેવો ? કોણ કરી રહ્યા છે, આવો વહીવટ ?બીજું કે જે રોડ બની રહ્યો છે તેની પહોળાઈ એક સરખી નથી રાખવામાં આવી રહી, આના કારણે પણ ભવિષ્ય માં અકસ્માતો થવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે. તો આના માટે કોણ જવાબદાર ? તેમ પણ લોકો કરી રહ્યા છે. અમુક દબાણો પણ છે. તે પણ દુર કરવામાં આવેલ નથી. કેમ ?. તેમ પણ લોકો કહી રહ્યા છે.આ રોડ બની ગયા પછી થોડા સમય માં જ અન્ય લાઈનો માટે ખોદકામ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે.

તે તેમજ અન્ય બાબતો એ અમોએ મોરબી નગરપાલિકાની ચીફ ઓફિસરને રુબરુ મળી આ બાબતે રજૂઆત કરેલ હતી પરંતુ હજુ સુધી આ બાબતે કઈ થયેલ નથી માટે અમારે આપને આ બાબતે રજૂઆત કરવાની ફરજ પડેલ છે.આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તો અમો થઇ રહેલ ગેરરીતી તેમજ અનિયમમીતા બાબતે નામદાર કોર્ટ માં જાહેર હિત ની અરજી કરી શકીએ તે બાબતે પરવાનગી આપવા વિનતી.જો આ બાબતે સમય સર યોગ્ય કરવામાં નહી આવે તો અમારે ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિધ્ય માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેમ કે.ડી.બાવરવાએ ચીમકી આપી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW