મોરબી શહેરના એલ ઈ કોલેજ રોડ પર બાઈક પર એક યુવાન લાલપર તેના કામના સ્થળેથી ઘરે જતો હતો તે દરમિયાન બુલેટમાં આવેલ બે શખ્સે તેની સાથે બાઈક અથડાવી તેનો સોનાનો ચેન પડાવી ફરાર થઇ ગયા હતા આ અંગે યુવાને બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને કુબેરનાથ રોડ ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા તુફેર હમીદ કચ્છી જાતે મેમણ તેમજ મકરાણી વાસના મદીના મસ્જીદ પાસે રહેતા શબીર રફીક કુરેશીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી સોનાનો ચેઈન તેમજ ઘટનામાં વપરાયેલ બુલેટ બાઈક પણ જપ્ત કર્યું હતું બનાવ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

